આગામી તા.11ના રોજ રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે જામકંડોરણામાં કુમાર છાત્રાલય પાસેના 40 વિઘા ખેતરમાં આધુનિક સમિયાણો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
દોઢેક લાખ લોકો માટે ભાવતા ભોજન તૈયાર કરાવવામાં આવનાર છે. આ માટે જયેશ રાદડિયાની સૂચના પ્રમાણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે કહયું હતું કે, આધુનિક સમિયાણો તૈયાર થવામાં છે અને અમારા વિસ્તારમં ગામડે ગામડે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળી રહયું છે.જામકંડોરણા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજવામાં આવી રહી છે. ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સભા માટે તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા દરેક ગામડે ગામડે સભાઓ યોજવામાં આવી રહ્યાનું જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ જણાવ્યું હતું.
જામકંડોરણા ખાતેથી ભાજપ સૂત્રોએ કહયું હતું કે, આધુનિક ડોમ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ માટે 40 વિધા જમીન ખેડૂત પાસેથી લઈનેતેમાં ઉભેલા પાકની કિંમત ચૂકવી દેવામાં આવી છે. વડાપ્રધાનની સભા બાદ બપોરે લોકોને ભોજન જમાડવા માટે રસોડાની અલગ વ્યવસ્થા ઉભી કરવામા આવનાર છે. મિઠાઈ સહિતની ફૂલ ડિશ જમાડવામાં આવશે. આ માટે આટકોટની જેમ જ તૈયારીઓ થનાર છે.

