HomeGujaratસ્વચ્છતા સર્વેક્ષણમાં નેશનલ લેવલે મોરબી 189 માં નંબરે, રાજય કક્ષાએ 16 મું...

સ્વચ્છતા સર્વેક્ષણમાં નેશનલ લેવલે મોરબી 189 માં નંબરે, રાજય કક્ષાએ 16 મું સ્થાન

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશમાં દર વર્ષે રાજ્યની તમામ પાલિકા અને મહાનગર પાલિકામાં સફાઈ કામગીરી ગુણવતા યુકત થાય તે માટે સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરે છે મોરબી નગરપાલિકા પણ દર વર્ષે તેમાં એપ્લાય કરી સ્વચ્છ શહેરનું રેન્કિંગ મેળવવા મથતું રહે છે જોકે જ્યારે પણ તેનું પરિણામ આવે ત્યારે કયારેક પ્રગતી તો ક્યારેક પછડાટ જોવા મળતી હોય છે.આ વર્ષે પણ ઉત્કૃત પ્રદર્શનના લક્ષ્ય સાથે મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2022માં જોડાઈ હતી. શરૂઆત સ્ટેજમાં ડોક્યુમેનશન પ્રોસેસ અને ઓડીએફ પ્લસ પ્રકિયા હાથ ધરી હતી.

જે બાદ સર્વેક્ષણ અંગેની કેન્દ્રની ટીમ વર્ષ દરમિયાન મોરબી રૂબરૂ મુલાકાત લીધી હતી અને વિવિધ વિસ્તાર, ડંપિંગ સાઇટ તેમજ અલગ અલગ જગ્યાઓની મુલાકાત લીધી હતી અને પોતાનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ રજુ કર્યો હતો.આ ઉપરાંત મોરબી પાલિકા દ્વારા પણ ઓડીએફ પ્લસ પ્રમાણપત્ર મેળવવા તેમજ અન્ય જરુંરી ડોક્યુમેનશનને લાગતી પ્રકિયા પણ પૂર્ણ કરી હતી.હવે આ આ સર્વેક્ષણનું પરિણામ જાહેર થયું છે. પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળુ દેખાડવા તમામ પ્રયત્ન હાથ ધર્યા હોવા છતાં પરિણામ અપેક્ષા કરતા નબળું સામે આવ્યું છે.મોરબી પાલિકાને ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં અલગ અલગ કેટેગરીના કુલ 7500માંથી 3057.75 માર્ક આવ્યા હતા. રેન્કિંગ મુજબ જોઈએ તો દેશમાં 189મો ક્રમ આવ્યો હતો જ્યારે રાજ્યના 16 મો ક્રમ મેળવ્યો હતો.જોકે આ વર્ષનું પરિણામ ગત સર્વેક્ષણ કરતા નબળું આવ્યું છે ગત સર્વેક્ષણમાં મોરબી પાલિકાને 7500માંથી 3450.માર્ક્સ મળ્યા હતા અને રાજ્યમાં 11મો ક્રમ જ્યારે દેશમાં 85 મો ક્રમ મળ્યો હતો આમ 2021ના સર્વેક્ષણમાં દેશમાં ટોપ 100 શહેરમાં આવેલ મોરબી ચાલુ વર્ષે 189માં ક્રમે ધકેલાઈ ગયું છે
મોરબી પાલિકા અલગ અલગ કેટેગરીમાં સર્વેક્ષણ થયુ હતું તેમાં પાલિકાનું પર્ફોર્મન્સ જોઈએ તો કુલ 11 પ્રકારની કામગીરીના આધારે ફીઝીકલ માર્કિંગ કરવામાં આવ્યું હતું.જેમાં જાહેર શૌચાલયની સફાઈ તેમજ જાહેર સ્થળો પર ફેકવામાં આવતા કચરાના નિકાલની કામગીરીમાં 25થી50% માર્ક મળ્યા છે. ડોર ટુ ડોર કચરા કલેકશનનો યોગ્ય નિકાલ,શહેરના માર્ગોની સફાઈ દરરોજ રેસિડેન્સીયલ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓની હાજરી તેમજ શહેરીજનોની સફાઈ બાબતની ફરિયાદ નિવારણની કામગીરીને 50થી 75 ટકા માર્ક મળ્યા છે.

તો મોરબી પાલિકાએ આ સર્વેક્ષણમાં માર્કેટ વિસ્તારની સફાઈ,રેસિડેન્સીયલ વિસ્તારમાં સફાઈ, પાણીના પ્રવાહ બાબતે 90 ટકા માર્ક મેળવી આવરી લઈ સર્વોત્તમ કામગીરી ગણવામાં આવી છે તેમજ શહેરમાંથી પીવાના પાણી પૂરું પડવામાં આવતા વોટર વર્કસ આસપાસ સફાઈની કામગીરી ખૂબ સારી હોવાનું રિપોર્ટમાં આવ્યું છે.ચાલુ વર્ષે થયેલ સર્વેક્ષણ મુજબ ત્રણ કેટેગરીમાં માર્કિંગ થયું હતું.જેમાં સિટીઝન વોઇસ 1209.62,એસ એલપી 1648.14 યુએલબી 200 એમ કુલ 3057.75 માર્ક મળ્યા છે. જે નેશનલ એવરેજ અને સ્ટેટ એવરેજ કરતા પ્રમાણમાં થોડો સારો રહ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW