HomeGujaratCentral Gujaratરખડતા ઢોરથી યુવાનના મોત મામલે મનુષ્યવધનો ગુનો દાખલ

રખડતા ઢોરથી યુવાનના મોત મામલે મનુષ્યવધનો ગુનો દાખલ

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે યુવકના મોતના મુદ્દે ઢોર માલિક અને AMCના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેમાં ઢોર માલિક, AMCના કર્મીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો છે. તેમાં ઢોર માલિક, AMCના કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

રખડતા ઢોરે અડફેટે લેતા ભાવિન પટેલનું મોત થયું હતુ. રસ્તે રખડતાં ઢોરના ત્રાસના કારણે ઘણા લોકોના મોત નીપજ્યા છે. તેવામાં રખડતાં ઢોરના કારણે ભાવિન પટેલ નામના શખ્સનો અકસ્માત સર્જાતા બ્રેઇનમાં મલ્ટીપલ હેમરેજ થયા હતા. તેથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાઈ છે. તેમજ કલમ 304 હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં નરોડાના ભાવિન પટેલ નામના એક શખ્શનુ મોત નીપજતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.

રખડતા ઢોરના ત્રાસના મામલે ગુજરાત હાઈકોર્ટે પણ અગાઉ કડક વલણ દાખવ્યું હતું. પણ રખડતા ઢોરનો મામલો હવે ગંભીર બની રહ્યો છે. જેમાં તંત્ર રખડતા ઢોર મામલે જવાબદાર છે. કારણ કે તંત્રના લાંચિયા અધિકારીઓ દ્વારા ઢોર પકડનારી પાર્ટી પર દબાણ કરી ઢોરને પકડવામાં આવતા નથી. તેથી રસ્તા પર અકસ્માત થાય છે. અને નિર્દોષ નાગરિકોનો જીવ લેવાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW