HomeNationalવાયુ સેનામાં આખરે 'પ્રચંડ' નો સમાવેશ, આખી ડિફેન્સ સિસ્ટમ તોડી શકે

વાયુ સેનામાં આખરે ‘પ્રચંડ’ નો સમાવેશ, આખી ડિફેન્સ સિસ્ટમ તોડી શકે

ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે. ભારતમાં જ બનાવવામાં આવેલા પ્રથમ સ્વદેશી યુદ્ધ હેલિકોપ્ટર પ્રચંડને ભારતીય એરફોર્સ અને ભૂમિદળમાં સામેલ કરી દેવામાં આવ્યું છે. ચીન અને પાકિસ્તાન સરહદે આ વિમાનને તૈનાત કરવામાં આવશે. વજનમાં હળવુ પણ દુશ્મનો માટે ખતરનાક (એલસીએચ) પ્રકારનું હેલિકોપ્ટર મળવાથી સૈન્યની ક્ષમતામાં વધારો થયો છે. રાજસ્થાનના જોધપુરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને એરફોર્સના એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની ઉપસ્થિતિમાં આવા ૧૦ હેલિકોપ્ટરને સોપવામાં આવ્યા છે.

શું બોલ્યા રક્ષા પ્રધાન: દરમિયાન રાજનાથસિંહે આ હેલિકોપ્ટરમાં બેસીને ઉડાન પણ ભરી હતી.દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે આ સ્વદેશી લડાકુ હેલિકોપ્ટરથી ન માત્ર દેશની સુરક્ષા વધુ મજબુત બનશે સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે. નવરાત્રીના પર્વ નિમિત્તે જ યોદ્ધાઓની ભૂમિ રાજસ્થાનથી આ હેલિકોપ્ટરને એરફોર્સમાં સામેલ કરવાનો આનાથી વધુ સારો સમય બીજો ન હોઇ શકે. એરફોર્સના ચીફ ચૌધરીએ કહ્યું હતું કે આ હેલિકોપ્ટરોએ હિમાલયના પહાડોમાં પણ પોતાની ક્ષમતાને સાબિત કરી બતાવી છે. આ હેલિકોપ્ટરની ખાસિયત એ પણ છે કે તે દરેક ઋતુમાં દુશ્મનોનો સામનો કરી શકે છે.

એર ડિફેન્સ ટાર્ગેટ: હેલિકોપ્ટરની ક્ષમતા એટલી છે કે તે દુશ્મન દેશોની એર ડિફેન્સ સિસ્ટમનો પણ ખાતમો કરી શકે છે.એવા દાવા થઇ રહ્યા છે કે પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ છે. રેંજની બાબતમાં અપાચે કરતા પ્રચંડ વધુ સક્ષમ માનવામાં આવે છે. અમેરિકાના અપાચે હેલિકોપ્ટરની ટોપ સ્પીડ પ્રતિ કલાક ૨૯૫ કિમી છે જ્યારે પ્રચંડની ક્ષમતા પ્રતિ કલાક ૨૮૦ કિમીની માનવામાં આવે છે. પ્રચંડ હેલિકોપ્ટર જમીનથી ૬૫૦૦ મીટરની ઉંચાઇ પર હોય તો ત્યાંથી પણ ૭૦૦ કિમી દુર ટાર્ગેટનો નાશ વાળી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW