HomeGujaratકોંગ્રેસના જુના જોગીની થશે ઘર વાપસી,કિશોર ચીખલીયા આવતીકાલે ફરી કોંગ્રેસનો ખેસ ધારણ...

કોંગ્રેસના જુના જોગીની થશે ઘર વાપસી,કિશોર ચીખલીયા આવતીકાલે ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કરશે

વિધાનસભાની પેટા ચુંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયા ફરીથી ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસનો હાથ પકડી ઘરવાપસી કરશે તેવા દ્રશ્ય હાલ જોવા મળી રહ્છેયા છે કિશોર ચીખલિયા તેમના સમર્થક સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જોડાશે તેવી ચર્ચા તેજ થઇ છે

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ ચીખલીયા 2020ની વિધાનસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર હોવા છતા ટીકીટ ન મળતા હાઈકમાન્ડથી નારાજ થઇ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હવે વિધાનસભા ચુંટણી નજીક આવતા ફરી ઘરવાપસી કરતા હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે કોંગ્રેસ અગ્રણી કિશોર ચીખલિયા મંગળવારે તેમના સમર્થકો સાથે કોંગ્રેસના અમદાવાદ ખાતેના કાર્યાલય જઈ ફરી કોંગ્રેસનો ખેસ પહેરશે અને કિશોર ચીખલીયા આગામી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર બની શકે છે ત્યારે કિશોરભાઈ કોંગ્રેસ માં ભળતા પહેલા 100 જેટલા વાહનના કાફલા સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોચી પ્રદેશ કોંગ્રેસ સમક્ષ શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે
કિશોર ચીખલીયા માળિયા તાલુકામાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે અને જો કોંગ્રેસમાં ભળશે તો માળિયા તાલુકામાં ફરી એકવાર કોંગ્રેસ મજબુત બનશે અને આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ માટે મહત્વની ટક્કર આપી શકે તેમ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW