રાજકોટમાં ગરબા રમ્યા બાદ અને તેમાંય 12 વાગ્યા પછી તો ખેલૈયાઓ પરિવાર સાથે મોટી સંખ્યામાં ગાંઠિયા-ફાફડાં,ચિપ્સ, હાંડવો, સમોસા, થેપલાં, મેગી, સેન્ડવિચ ખાવા ઊમટી પડે છે. ઘણાએ તો વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે,’ આ શબ્દો છે ‘ચા’ વાલા ટ્રેડિશનલ કાફેના માલિક ભાવિનભાઈના. રાજકોટમાં ગરબા રમ્યા બાદ જાણે દિવસ ઊગ્યો હોય એમ ખેલૈયાઓ નોરતાંમાં ગરબા રમવાના ઓરતા પૂરા કર્યા બાદ કેફે અને રેસ્ટોરાંમાં ઊમટી પડે છે.
રમીને થાકેલા ઘણા યુવાનો અહી ચાઈની ચૂસકી માર્યા બાદ ઘરે જાય છે. ચા વાલા ટ્રેડિશનલ કાફે ખુબ જાણીતી જગ્યા છે. શહેરમાં રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, સ્પીડવેલ ચોક તેમજ રાજકોટ જામનગર હાઇવે પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં ચા વાલા ટ્રેડિશનલ કાફે ખેલૈયાઓનું મનપસંદ સ્થળ હોય તેવું લાગી રહ્યું છે. અહીં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા બાદ ગ્રુપ સાથે જ નાસ્તો કરવા પહોંચી ગયા હતા.

