નવરાત્રીના તહેવારોની ઉજવણી વચ્ચે તથા દશેરા-દિપાવલી પુર્વે આજથી ફરી 19 કિલોના વ્યાપારી એલપીજી સિલીન્ડરના ભાવમાં રૂા.25-50નો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા આજે 19 કિલોના આ સિલીન્ડરના નવા ઘટાડેલા ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
જો કે 14.2 કિલોના ઘરેલું વપરાશના ગેસ સિલીન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓઈલ માર્કેટીંગ કંપનીઓના દ્વારા 19 કિલોના એલપીજી સિલીન્ડરના નવા ભાવ દિલ્હીમાં રૂા.25.50 ઘટાડા છે જેથી પાટનગરમાં 19 કિલોનું સિલીન્ડર રૂા.1885ના સ્થાને રૂા.1859.50 પૈસાના ભાવે મળશે.
જયારે મુંબઈમાં રૂા.1844ના સ્થાને રૂા.1811.50 પૈસાના ભાવે મળશે. દેશમાં આ રીતે ટ્રાન્સપોર્ટેશન સહિતના કારણે અલગ અલગ ભાવ નિશ્ચિત થાય છે.
સરકારે છેલ્લા ત્રણ માસમાં 19 કિલોના સિલીન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે પણ સબ્સીડાઈઝ સહિતના ઘરેલું વપરાશના ગેસ સીલીન્ડરના ભાવ યથાવત રાખ્યા છે જે દિલ્હીમાં રૂા.1053 અને મુંબઈમાં રૂા.1052.50ના ભાવે ઉપલબ્ધ છે.

