નવયુગ ગૃપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય મોરબી દ્વારા ‘રમઝટ’ નવયુગ નવરાત્રીનું આયોજન નવયુગ ઈન્ટરનેશનલ પ્રિ સ્કુલ, રામોજી ફાર્મના ગ્રાઉન્ડમાં ગઈકાલે તા. 30 ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા ભૂલાકાઓથી લઈને મોટા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ટ્રેડીશનલ ડ્રેસિસ સાથે સંગીતના સૂરે તાલ મિલાવી મન મૂકીને ગરબે રમી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.
નવરાત્રી ઉજવણીમાં નિર્ણાયક જજ તરીકે કૌશિકાબેન રાવલ, ફેનાબેન પટેલ અને મનીષભાઇ ભોજાણી ઉપસ્થિત રહ્યા હતા. નવયુગ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમમાં હોંશભેર ભાગ લીધો હતો અને પ્રોત્સાહન ઈનામોની વણઝાર સાથે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ એકસન જેવા ગૃપ પ્રમાણે કે.જી થી 2, 3 થી 5, 6 થી 8, 9 થી 12 ગર્લ્સ/બોયઝના મેગા એવોર્ડ્સ જાહેર કરી વિવિધ ઇનામો સાથે નવાજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા, રંજનબેન કાંજીયા તથા મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. નવયુગના જ ધોરણ -12 કોર્મસના વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, સમોસા સ્ટોલ, આઇસ્ક્રીમ, ચા, કોફી, સેન્ડવીચ, ઘુઘરા, ભુંગરા બટેટા, ઠંડાપીણા અને વેફર્સના સ્ટોલ બનાવી પોતાની પ્રતિભાને વિકસીત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયના ઓફીસ સ્ટાફ તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

