HomeGujaratમોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવમાં વધુ 4 શહીદ પરિવારોને 1-1 લાખની સહાય અર્પણ

મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવમાં વધુ 4 શહીદ પરિવારોને 1-1 લાખની સહાય અર્પણ

મોરબીના રાષ્ટ્રપ્રેમી તેમજ સેવાભાવી આગેવાન એવા અજય લોરિયા દ્વારા આ વર્ષની પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન દેશ માટે શહીદ થયેલા આર્મી જવાનોના પરિવારના લાભાર્થે કરવામાં આવ્યું હોવાનીં જાહેરાત કરી હતી. અને તેના ભાગરૂપે શહીદ જવાનના પરિવારને મોરબી ખાતે લાવવામાં આવી રહ્યા છે. અને શહીદ પરિવારનું જાહેરમાં સન્માન કરી તેમના પરિવારના સભ્ય દ્વારા દેશની સુરક્ષા માટે જે બલીદાન આપ્યું છે. તે બલીદાનને સન્માન આપવાના ભાગરૂપે સહાય રૂપે રકમ આપવામાં આવી રહી છે.ત્યારે પાટીદાર નવરાત્રી મહોત્સવની ટીમ અને તેમના આયોજક અજય લોરિયા દ્વારા કેરળ,હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના સુપૂતના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા હતા. જે શહીદ જવાનના પરિવારને સહાય ચેક આપવામાં આવ્યા તેમાં શહીદ જવાન વૈશાખ એચ – કેરલા ,શહીદ જવાન સંજય પોપટભાઈ પટેલ – મહેસાણા, શહીદ જવાન અશોક કુમાર – ઉત્તરપ્રદેશ અને શહીદ જવાન તરૂણ ભારદ્વાજ – ગુડગાંવ (હરિયાણા)ના પરિવારોજનોનો સમાવેશ થાય છે આ તમામ જવાનના પરિજનોને રૂ 1-1 લાખ ચેક અર્પણ કરી આયોજક અજય લોરિયાએ દેશના જવાનોએ કરેલ ઉપકારનું ઋણ ચૂકવવા પ્રયાસ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW