HomeGujaratમોરબીમાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૦૬ ઓક્ટોબરના રોજ વાંકાનેર ખાતે યોજાશે

મોરબીમાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૦૬ ઓક્ટોબરના રોજ વાંકાનેર ખાતે યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા૨૦૨૨ -૨૩ નું આયોજન ૦૬/૧૦/૨૦૨૨ ના રોજ ગાયત્રી મંદિર – વાંકાનેર ખાતે સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધા અન્વયે નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કુલમાંથી આપવવામાં આવશે. જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા ૨૦૨૨-૨૩ અન્વયે ઉપરોક્ત સ્થળ તથા તારીખે  ફોર્મ ભરેલ સ્પર્ધકોએ હાજર રહેવું તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે જણાવ્યું હતું.                                                          

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW