HomeGujaratમોરબીના પીપળી રોડ મુદે ગાંધી જયંતીના દિવસે કોંગ્રેસ બાઈક રેલી કરશે

મોરબીના પીપળી રોડ મુદે ગાંધી જયંતીના દિવસે કોંગ્રેસ બાઈક રેલી કરશે

મોરબી – પીપળી- જેતપર રોડ છેલ્લાં ઘણા સમય થી બિસ્માર હાલતમાં છે. ત્યાં રોજ ના હજારો લોકો પોતાના ના રોજગાર અર્થ આ રોડ ઉપર થી પસાર થાય છે. ઘણા બઘા સિરેમિક અને અન્ય નાના મોટા કારખાના આવેલ છે. અનેક ગામ આ રોડ પર આવેલા છે. લોકો ને ખરીદી માટે, આરોગ્ય માટે, ધંધા રોજગાર માટે કે સારા માઠા પ્રસંગો પર આ રોડ પર થી પસાર થવું પડે છે. મજુરો ને પબ્લિક વાહન દ્વારા આવવા જવા માટે પારાવાર હાલાકી ભોગવવી પડે છે.
આ ખરાબ રોડ રસ્તા ને કારણે અવાર નવાર અકસ્માત થાય છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા કિસ્સાઓમાં મૃત્યુઓ પણ થયાં છે , છતાં પણ આ રોડ રસ્તા રીપેરિગ કરવામા આવતો નથી કે નવા બનાવવા માં આવતા નથી ફકત ને ફકત લોકો ને જૂઠા વચનો આપી ચૂંટણી સમયે ખોટી ખોટી જાહેરાત કરે છે. આ રોડ માં આટલા રૂપિયા ના ખર્ચે ટેન્ડર નીકળ્યું છે, આ રોડ ની ખોટી અને મોટી મોટી જેવી જાહેરાતો થી લોકો ને છેતરવા માં આવી રહ્યાં છે. ત્યારે કોગ્રેસ પક્ષ પ્રજા ને સાથે રાખી, દરેક ગામ ના નાગરીકો અને સરપંચો સાથે રાખી તાત્કાલિક રોડ રિપેર થાય અને નવો રોડ બને એ સંદર્ભે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી 2 ઓક્ટોબર એટલેકે ગાંધી જયંતીના દિવસે સવારે 8 :30 કલાકે બાઇક રેલી નું આયોજન કરેલ છે
આ રેલીનું પ્રસ્થાન મહેન્દ્ર નગર નજીક આવેલ રામ ઘન આશ્રમથી થશે. આ રેલીમાં માં કોગ્રેસ પક્ષ ના જિલ્લા /શહેર /તાલુકા ના હોદેદારો,કાર્યકર્તાઓને જોડાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW