Tuesday, December 5, 2023
HomeGujaratશાહના હસ્તે કલોલમાં બે હોસ્પિટલના શિલાન્યાસ, ભૂમિપૂજન કરાયા

શાહના હસ્તે કલોલમાં બે હોસ્પિટલના શિલાન્યાસ, ભૂમિપૂજન કરાયા

Advertisement
Advertisement

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલમાં કામદાર વીમા યોજના સંચાલિત ૧૫૦ બેડની આધુનિક હોસ્પિટલનો શિલાન્યાસ તથા ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ૭૫૦ બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું.આગામી બે વર્ષમાં કલોલ અને આસપાસના વિસ્તારોમાં આરોગ્યની આધુનિક સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થશે.

તેમણે આગામી ૨૪મી જાન્યુઆરી પહેલાં આ હોસ્પિટલનું ઉદઘાટન થઈ જશે એવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કલોલમાં નિર્માણ પામનારી ૭૫૦ બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ૩૫% જેટલા ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવાનો સંકલ્પ ટ્રસ્ટે કર્યો છે. આ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત રજિસ્ટર્ડ થયેલા તમામ નાગરિકોને સારવાર ઉપલબ્ધ થશે.અમિત શાહે આદર્શ મલ્ટીસ્પેશાલિટી હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજનું આયોજન કરવા વ્યવસ્થાપકોને અનુરોધ કર્યો હતો.

આગામી સમયમાં કલોલને મેડિકલ કોલેજ મળશે તો સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ સાયન્સના અભ્યાસની સાથોસાથ દર્દીઓની સેવાનો લાભ પણ મળશે. કામદાર વીમા યોજના હેઠળ નિર્માણ પામનારી ૧૫૦ બેડની સંપૂર્ણ આધુનિક હોસ્પિટલથી કલોલ, કડી અને છત્રાલ તથા આસપાસના વિસ્તારોમાં કામ કરતા શ્રમિક અને કામદાર ભાઈઓને ઘર આંગણે સારી મેડિકલ સેવાઓનો લાભ મળશે. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જ તાજેતરમાં સાણંદમાં ૧૫૦ બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું હતું. જેનાથી આ વિસ્તારમાં કામ કરતા 1,30,000 જેટલા કામદારોને લાભ મળશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW