HomeGujaratCentral Gujaratરજા આપવા છતાં વોટ નહિ આપે એની સામે પગલાં લેવાશે

રજા આપવા છતાં વોટ નહિ આપે એની સામે પગલાં લેવાશે

ગાંધીનગરમાં આયોજીત પત્રકાર પરિષદમાં ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી અંગે મહત્વની માહિતી આપી છે.દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરાશે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતની ચૂંટણી અંગેની તૈયારી વિશે જણાવતા કહ્યુ કે પોલિંગ સ્ટેશન પર તમામ વ્યવસ્થા કરાશે.મતદાન પ્રથમ માળે નહિ પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. વિકલાંગ અને દિવ્યાંગ માટે વ્યવસ્થા કરાશે.

7 મતદાન કેન્દ્રો એવા હશે કે જેમાં માત્ર મહિલા મતદાન કરશે. જેમાં મહિલા પોલિંગ અધિકારીઓ અને પોલીસ પણ મહિલા હશે. તમામ કેન્દ્રો પર એક દિવ્યાંગ બુથ હશે જ્યાં માત્ર દિવ્યાંગ મતદાન કરી શકશે. 10 ઓક્ટોબર પછી મતદાર મતદાન કાર્ડ કઢાવી શકશે.

100 વર્ષથી વધુની ઉંમરના લોકોનું ઘરે જઈને સન્માન કરવામાં આવે કારણ કે તેઓ 100 વર્ષના વોટર છે. જે મતદાર ઉંમરલાયક હશે એટલે કે 80 થી 100 વર્ષ ના તેમને લાવવામાં અને મુકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમર લાયક મતદાર મત આપવા ન આવતા હોય તો ચૂંટણીના અધિકારીઓ તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે.

આ ઉપરાંત તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયા વિડીયોગ્રાફી થશે. મતદાન ગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવાર હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રકિયા ઘરે થશે. જેથી કોઈ વિરોધ ન કરી શકે.

જા આપવા છતા વોટિંગ ન કરનારા સામે એક્શન લેવાશે5 હજારથી વધુ કર્મચારીઓ જે કંપનીમાં કામ કરે છે તે કંપની એક નોડલ ઓફિસરની નિમણૂક કરે કારણ કે કંપનીઓ મતદાન કરવા માટે રજા આપે છે તો કર્મચારીઓએ મત આપવા જવુ જોઈએ અને જે મત નથી આપતા તે કર્મચારીઓ સામે પગલા ભરાશે. મતદાન કરવું એ ફરજીયાત નથી કોઈ ખાસ પગલા નથી ભરવામાં આવતા પરંતુ આ વખતે તેમણે કેમ મતદાન નથી કર્યું, શુ કારણ હતા તેની જાણકારી મેળવવામાં આવશે. ગુજરાત ચૂંટણી પંચ આ મામલે વિવિધ કંપનીઓ સાથે MOU કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW