HomeGujaratCentral Gujarat12 પછી ગરબા ચાલું રાખનાર પર SOG ની વોચ, કડક પગલાં ભરાશે

12 પછી ગરબા ચાલું રાખનાર પર SOG ની વોચ, કડક પગલાં ભરાશે

  • અમદાવાદઃ ડ્રગ્સ-દારૂના નશો કરી ફરનારા પર SOGના સરપ્રાઈઝ ચેકિંગ થશે. પાર્ટી પ્લોટ્સમાં સીસીટીવી કેમેરા, બાઉન્સર, પાર્કિંગની વ્યવસ્થા ચકાસાઈ રાખવામાં આવશે. શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરશે જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો કાયદાકીય પગલાં ભરશે

SOG ની નજર: કોરોના મહામારીને કારણે બે વર્ષ બાદ નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવાનો હોવાથી ખેલૈયાઓમાં ભરપૂર આનંદ જોવા મળી રહ્યો છે. શહેરમાં 42 જેટલા કોમર્શિયલ ગરબાઓનું આયોજન થનાર હોવાથી પોલીસ દ્વારા ખેલૈયાઓની સુરક્ષા તેમજ પાર્કિંગ અંગે પાર્ટી પ્લોટના આયોજકો સાથે મિટિંગ કરી હતી. જો, કોઇપણ પાર્ટી પ્લોટમાં રાતના 12 વાગ્યાની આસપાસ ગરબા ચાલુ રહેશે તો આયોજક સામે ફરિયાદ નોંધાશે. આ ઉપરાંત, નવરાત્રીના તહેવારમાં દારૂ તેમજ ડ્રગ્સનો નશો કરીને નિકળેલા લોકોને પકડવા માટે સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરીને શંકાસ્પદ લોકોનું રેપિડ ટેસ્ટ કરશે.

કાયદેસરના પગલાં લેવાશે: જો કોઈ અસામાજિક તત્ત્વ મહિલા સાથે ગેરવર્તણૂક કરશેતો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે પોલીસ દારૂ પીધેલાને પકડવા બ્રેથ એનેલાઇઝર અને એસઓજીની ટીમ ડ્રગ્સ પીધેલા લોકોને પકડવા માટે રેપિડ ટેસ્ટ કરશે. પોલીસ શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરશે જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો કાયદાકીય પગલાં ભરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW