HomeGujaratમોરબીના બંધુનગરમાં ચોરીની આશંકાએ થયેલ હત્યાની ઘટનામાં 4 આરોપીની ધરપકડ

મોરબીના બંધુનગરમાં ચોરીની આશંકાએ થયેલ હત્યાની ઘટનામાં 4 આરોપીની ધરપકડ

મોરબીના બંધુનગર નજીક આવેલ એપલ સીરામીકમાં ગત શનિવારે રાત્રીના મંગલસિંહ લક્ષ્મણસિંહ ભાભર નામની વ્યકિતની 4 શખ્સે મારમારી હત્યા કરી હતી. આ ઘટનામાં મૃતકના ભાઈ નાથુભાઈ લક્ષ્મણભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમા તેમણે શૈલેષ પસવાભાઇ પરમાર, વિક્રમ સીતારામ જાટ, રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલ દ્વારા તેમના ભાઈ પર ચોરીની આશંકા રાખી ઢોર માર મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે ફરીયાદ આધારે ગુન્હો નોંધી ચારેય આરોપીને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW