કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિધાનસભા ચૂંટણી આડે હવે બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી અને વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતો વધી રહી છે. માત્ર એટલું જ નહીં, અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતમાં 13 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ,અમદાવાદના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રીજનુ પણ કરશે લોકાર્પણ.આ સાથે તે મંદિર મેલડી માતાજીના દર્શન પણ કરશે. આ ઉપરાંત અમિત શાહ ESIC સંચાલિત હોસ્પિ.નું કરશે ખાતમુહૂર્ત કરશે. આજે 6 જેટલા કાર્યક્મનો લોકાર્પણ કરશે.
સાણંદના વિરોચનનગરની લેશે મુલાકાતપ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કરશે લોકાર્પણઔડા નિર્મિત સમાજ વાડીનું શાહ કરશે લોકાર્પણપૌરાણિક મંદિર મેલડી માતાજીના કરશે દર્શનસાણંદમાં ESIC સંચાલિત હોસ્પિ.નું કરશે ખાતમુહૂર્તબાવળા ખાતે ખેડૂતોના સંમેલનમાં આપશે હાજરીજોધપુરમાં સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું કરશે લોકાર્પણ2,140 EWS આવાસોનું કરશે ખાતમુહૂર્તશકરી તળાવ નવીનીકરણ પ્રકલ્પનું કરશે ખાતમુહૂર્ત

