HomeGujaratમોરબીમાં આહીર સમાજના વિદ્યાર્થી-કર્મચારીનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં આહીર સમાજના વિદ્યાર્થી-કર્મચારીનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો 13મો વિદ્યાર્થી સન્માન સમારોહ 25 સપ્ટેમ્બરના રોજ યોજાયો હતો. મચ્છોયા આહીર જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલ આ સન્માન સમારોહમાં અધ્યક્ષ સ્થાને માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ તથા ઉદ્ઘાટક વવાણીયા રામબાઈમાની જગ્યાના મહંત કિશનદાસજી ઉપસ્થિત રહયા હતા . કાર્યક્રમમાં આહિર સમાજના કર્મંચારી ના પ્રમુખશ્રી અજયભાઈ ડાંગરે છેલ્લા ૧૩ વર્ષથી મંડળ દ્વારા થતી કામગીરીનો ચિતાર આપેલ. ખાસ કરીને તેમણે ભવિષ્યના વર્ષોમાં યોજનાર કાર્યક્રમના દાતાઓ અત્યારથી તેમને દાન નોંધાવી સહકાર આપી રહ્યા છે તે મંડળની સફળ કામગીરી ગણાવેલ. મોરબી રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી બહેને મંડળની કામગીરી બિરદાવેલ તથા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપેલ. મુખ્ય વક્તા તરીકે એડિશનલ કલેક્ટર જયશ્રીબેન કુંભરવાડીયા, એડિશનલ કલેકટર ઈલાબેન આહીર તથા આસિસ્ટન્ટ કમિશનર જીએસટી નિર્મળભાઈ ગોગરાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે કયા અવકાશો રહેલા છે અને તે શું કરી શકે તેમ છે તે સંદર્ભે તર્ક સંગત વક્તવ્ય આપેલ. જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે સમાજની આદર્શલક્ષી વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે સંદર્ભે પણ તેમણે તર્ક મુકેલ. જ્ઞાતિના આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓના વક્તવ્યો અસરકારક રહેલ. આ ઉપરાંત ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ હરદાસભાઇ ડાંગર તથા ડો. હર્ષાબેન મોરે પણ વિદ્યાર્થીના કારકિર્દી વિકાસ માટેના સૂચનો કરેલ.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના આહીર જ્ઞાતિના ધોરણ 10, 12 અને ઉચ્ચ શિક્ષણના ફાઇનલ વર્ષમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર 56 જેટલા વિદ્યાર્થીઓને શીલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ કુલ 123 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પેનથી સન્માનવામાં આવ્યા હતા . આ ઉપરાંત ગત વર્ષ દરમિયાન મંડળના જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયેલ હોય તેમને પણ નિવૃત્તિ સન્માનિત કર્યા હતા કાર્યક્રમના દાતા તરીકે કાળુભાઈ પોલાભાઈ ચાવડાએ આર્થિક સહયોગ આપેલ. કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાન લાખાભાઈ જારીયા, દેવાભાઈ અવાડિયા, ટંકારા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ નિમુબેન ડાંગર, પ્રકાશભાઈ ચબાડ, ભાવિકભાઈ જારીયા, નરસંગભાઇ હુંબલ, દિનેશભાઈ ગરચર, શર્મિલાબેન હુમ્બલ, ડો. સંદીપભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળના મનસુખભાઈ બાળા તથા કિરીટભાઈ મૈયળ, પૂર્વ પ્રમુખ રામભાઈ વારોતરીયા તથા મહેન્દ્રભાઈ કચોટ, વવાણીયા રામબાઈમાં ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી મંડળની સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW