HomeGujaratમાંડવી બીચમાં મજા માણવા ગયેલ વાંકાનેરના પરિવારની બોટ પલટી,6 લોકો સદનસીબે...

માંડવી બીચમાં મજા માણવા ગયેલ વાંકાનેરના પરિવારની બોટ પલટી,6 લોકો સદનસીબે બચાવ

માંડવી બીચ ખાતે સમુદ્રમાં પ્રવાસીઓને દરિયાની સફર કરાવતી સ્પીડ બોટ ઉછળતા મોજામાં ઊંધી વળી જતા અંદર બેઠેલા છ બાળકો સહિત અાઠ લોકો પાણીમાં ડૂબ્યા હતા. જો,કે છએને બોટની મદદથી બચાવી લેવાયા હતા પરંતુ એક 15 વર્ષની સગીરા વધુ પાણી પી જતા સારવાર માટે હોસ્પિટલે લઈ જવાઈ હતી જેને સારવાર મળી જતા રજા અપાઈ હતી.
વાંકાનેર વાડી વિસ્તારમાં રહેતો ઠાકોર પરિવાર ટેમ્પો ભાડે કરીને 20 જેટલા સ્ત્રી-પુરુષો માતાનામઢ યાત્રા કરવા નીકળ્યા હતા. શનિવારે યાત્રાનો સંઘ માંડવી તાલુકાના ગોધરા અંબેધામ દર્શન કરીને માંડવી બીજ ખાતે બપોરના ભાગે આવ્યો હતો. પ્રથમ વખત બીચની મુલાકાત હોવાથી સમુદ્રમાં દોડતી સ્પીડ બોટમાં બે મોટા અને છ બાળકો બેઠા હતા. દરમિયાન કિનારેથી થોડા અંતરે બોટ ટર્ન લેતાની સાથે સમુદ્રના મોજાની ઝપટે આવી જતાં બોટ આખી ઊંધી વળી ગઈ હતી. જેમાં બોટમાં બેઠેલા તમામ લોકો પાણીમાં ડૂબ્યા હતા. જો કે, તમામને બચાવી લેવાયા હતા. પરંતુ એક પ્રવાસી દક્ષા રમેશભાઈ સુરેલાલ (ઠાકોર) નામની સગીર વધારે પાણી પી લેતા તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં સારવાર અપાયા બાદ રજા અપાઇ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે ભોગ બનનાર પાસેથી નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. અને બપોર બાદ બીચ ખાતે સમુદ્રમાં ગેરકાયદેસર દોડથી તમામ સ્પીડ બોટોને કિનારે ચડાવી દેવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW