HomeGujaratટંકારા-રાજકોટ હાઇવે પર ખાનગી બસના ચાલકે બાઇક સવાર આધેડને હડફટે લીધા, કમકમાટી...

ટંકારા-રાજકોટ હાઇવે પર ખાનગી બસના ચાલકે બાઇક સવાર આધેડને હડફટે લીધા, કમકમાટી ભર્યું મોત

મોરબી રાજકોટ હાઇવે આમ તો અકસ્માત ઝૉન તરીકે કુખ્યાત છે અવારનવાર નાનાં મોટા અકસ્માતે લોકોનો ભોગ લીધા છે તો ક્યારેક ગંભીર ઇજા પહોંચાડી દીધા છે ત્યારે ફરી એકવાર આવી એક દુર્ઘટનામાં એક આધેડનો જીવ ગયો હતો બનાવની મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે પર ટંકારાના હરબટીયાળી પાસે એક ખાનગી ટ્રાવેલ્સ ચાલકે બાઇક પર જતાં મૂળ રાજકોટના વતની લવજીભાઈ ભીમજીભાઈ ગઢીયા નામના આધેડને હડફેટે લેતા લવજીભાઈને ગંભીર ઇજા પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું બનાવની જાણ થતાં ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસ ટ્રાવેલ્સ ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW