HomeGujaratનોરતા પર અમિત શાહ ગુજરાતના પ્રવાસે, બ્રીજનું લોકાર્પણ કરશે

નોરતા પર અમિત શાહ ગુજરાતના પ્રવાસે, બ્રીજનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ પ્રથમ નોરતે ગુજરાત આવી રહ્યા છે. બીજા નોરતે માણસા ખાતે પોતાના વતનની મુલાકાત લેશે. પ્રથમ નોરતે કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરશે.

મહાપાલિકાના 237 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભાડજ સર્કલના બ્રીજનું લોકાર્પણ કરશે. જોધપુર વોર્ડમાં ઝોન ઓફિસનું લોકાર્પણ કરશે. સરખેજ વોર્ડના શકરી તળાવનું ખાત મુહૂર્ત કરશે..સરખેજ વોર્ડમાં 2140 આવાસ યોજનાના મકાનોના કામનું ખાત મુહૂર્ત કરશે.ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિગ્ગજ નેતાઓની મુલાકાત વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણી એ પ્રતિષ્ઠાનો જંગ બનશે તેવી અટકળો પણ સેવાઈ રહી છે. ગુજરાત વિધાનસભ 2022ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર યોજાશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં આપ પાર્ટી પૂરી તાકાત સાથે મેદાને ઉતરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW