HomeGujaratએક મહિના પહેલા કરેલ ભલામણ મંત્રીએ પરત ખેંચી, કારણ અકળ !

એક મહિના પહેલા કરેલ ભલામણ મંત્રીએ પરત ખેંચી, કારણ અકળ !

મોરબીના વવાણીયા ગામમાં કાસમશાહ પીરની દરગાહ પાસેની સરકારી જમીન દરગાહ માટે ફાળવવા ભાજપના મહામંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ એક મહિના પહેલા જીલ્લા કલેકટરને કાર્યવાહી કરવા ભલામણ પત્ર લખ્યો હતો. આ પત્ર અચાનક સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો જે બાદ અચાનક તેમણે આ ભલામણપત્ર મુદે ફરી એકવાર કલેકટરને મેઈલ કરી વવાણીયામાં દરગાહની જમીન બાબતે કરેલ ભલામણ પરત ખેંચતા હોય અને આ બાબતે હવે કોઈ કાર્યવાહી નહીં કરવા સૂચના આપતા ચર્ચાએ ભારે જોર પકડયું હતું અને અચાનક એક મહિના બાદ કેમ આ ભલામણ પરત ખેંચી તે કારણ પણ સામે આવ્યું નથી જોકે મોરબી જિલ્લામાં બ્રિજેશ મેરજા દ્વારા સરકારી જમીન ફાળવણી અંગે ભલામણ કરતાં હિન્દુ સમાજમાં ભારે નારાજગીનો માહોલ સર્જાયો હતો અને સોશિયલ મિડીયામાં મેરજાને ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો અને તેમના વિરુદ્ધ હિન્દુ વિરોધી માનસિકતા હોવાના મેસેજ ફરતા થયા હતા જે બાદ આજે આ પ્રકારનો ભલામણ રદ કરતો પત્ર લખવામાં આવ્યો છે.

બીજી તરફ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વવાણિયા ગામમાં દરગાહ માટે જમીન આપવા બાબતે વવાણિયા ગામના વતની જયુભા જાડેજાએ રજૂઆત કરી હતી અને રાજ્યમંત્રી તરીકે ભાજપ આગેવાનની રજૂઆતને કલેકટરને મોકલી આપી હતી જે રજૂઆત બાદ આ બાબતે રૂબરૂ ફોનથી કે બેઠકમાં સૂચના આપવામાં આવી નથી તેમ છતાં આ બાબતે ગેરસમજણ ન થાય એટલા માટે પત્ર લખી ભલામણ રદ કરવા અને આ અંગે કોઈ કાર્યવાહી ન કરવા સૂચના આપાઈ છે તેવી સ્પષ્ટતા કરી હતી તેમજ આ પત્ર થકી કોઈની લાગણી દૂભાવવાનો ઈરાદો ન હોય તેમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ધીરે ધીરે ચુંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે મોરબીના રાજકારણમાં આ મૂદાને લઈને જબરદસ્ત ગરમાવો આવ્યો છે. લોકપ્રિયતા મુદે સંઘર્ષ કરી રહેલા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને કયા કારણે આ ભલામણ કરવી પડી કે ભલામણ પરત ખેંચવી પડી એ તો આંતરિક બાબત છે પરંતુ ક્યાંકને ક્યાંક આ બાબતે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW