મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ મથકથી માત્ર 500 મીટરના અંતરે કોઈ શખ્સ જાહેરમાં રસ્તો રોકી નમાઝ પઢતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો અને જોત જોતમાં વીડિયો સમગ્ર શહેરમાં ફરતો થઈ જતા મોરબી પોલીસ શખ્સને શોધવા દોડતી થઇ ગઈ હતી અંતે નમાઝ પઢનાર વ્યક્તિ મુસ્લિમ ધર્મના નહિ પણ જીતેશભાઈ હસમુખભાઈ મીરાણી નામની વ્યક્તિ હોવાનું સાંમેં આવ્યું હતું. જે બાદ પોલીસે જીતેશભાઈના પત્ની આરતીબેન મીરાણી અને તેમના ભાઈ મનોજભાઈ હસમુખભાઈ મીરાણીને બોલાવતા તેઓએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે જીતેશભાઈ છેલ્લા 8 મહિનાથી માનસિક બીમાર છે અને તેમની જામનગર ખાતે સારવાર ચાલી રહી છે.પોલીસ તેમના પરિજનોને યુવકની સારવાર કરવા તાકીદ કરી હતી..

