HomeGujaratપડાણાના જીવલેણ અકસ્માતમાં એક સાથે ચાર લોકોના કમકમાટી ભર્યું મોત

પડાણાના જીવલેણ અકસ્માતમાં એક સાથે ચાર લોકોના કમકમાટી ભર્યું મોત

મોરબીના માનસર રહેતા શાકભાજીના ધંધાર્થી સવજીભાઇ નટુભાઇ પંસારાએ બી-ડિવીઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પરિવારના સભ્યો તેમની અને સાઢુભાઇની રિક્ષામાં માતાના મઢ દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ માંડવી ફરવા ગયા અને ત્યાંથી સાંજે મોરબી તરફ જવા નિકળ્યા હતા. તેમના સાઢુભાઇ પપ્પુભાઇ વસ્તાભાઇ પંસારાની રિક્ષા પડાણા પાસે અજમેરી હોટલ સામે પહોંચી ત્યારે પુરપાટ જતા અજાણ્યા વાહન ચાલકે તેમની રિક્ષાને અડફેટે લેતાં 6 વર્ષીય જયદિપ રસિકભાઇ કુંઢીયા, 8 વર્ષીય આનંદ ઉર્ફે અનુપકુમાર પંસારાનું ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 60 વર્ષીય કાનજીભાઇ ગાંગજીભાઇ પંચાસી અને ફરીયાદીના સાઢુભાઇ રસિકભાઇ કેશુભાઇ કુંડીયાનું સારવાર દરમીયા મોત નિપજતાં પરિવારના ચાર સભ્યોએ અનંતની વાટ પકડી હતી. તેમણે નોંધાવેલી ફરીયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઇ એસ.ડી.બારીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW