HomeGujaratમોરબીમાં દૂધનું વેચાણ સજ્જડ બંધ કરતા શહેરીજનોની સવાર બગડી, ડેરીઓમાં દૂધ લોકો...

મોરબીમાં દૂધનું વેચાણ સજ્જડ બંધ કરતા શહેરીજનોની સવાર બગડી, ડેરીઓમાં દૂધ લોકો રઝડયા,ચા ની કિટલી ખાલી ખમમ

ગુજરાતભરમાં માલધારી સમાજ સહિતના પશુપાલકો દ્વારા બુધવારે દુધના વેચાણ સજ્જડ બંધ કરી દેતા દેકારો મચી ગયો હતો.જેના કારણે શહેરી વિસ્તારોમાં કે અર્ધશહેરી વિસ્તારમાં તમામ લોકો સવાર ફિક્કી બની ગઇ હતી ઘણા બધાં લોકોએ મંગળવારે રાત્રે જ દૂધની ખરીદી કરી લીધી હતી જેના કારણે ડેરીઓમાં દૂધ લેવા લોકોની પડાપડી થઈ હતી આ જ રીતે વહેલી સવારે પણ ચા ના શોખીન લોકો દુઃધ લેવા આમથી આમ રઝળતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત મોરબી શહેરમાં દૂધ ન મળવાથી ચા ની કિટલીઓ પણ બંધ જોવા મળી હતી

ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ રખડતા ઢોર સંરક્ષણ કાયદો તેમજ ગૌચર જમીનના દબાણ દૂર કરવા સહિતની અલગ અલગ 10 જેટલી માંગણી મુદે માલધારી સમાજ સહિતના પશુપાલક દ્વારા દૂધ વિતરણ સજ્જળ બંધ કરી દેવાયું છે મોરબીમાં મોટા ભાગની ડેરીમાં વહેલી સવારથી દૂધ ન હોવાના બોર્ડ જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW