HomeGujaratમોરબીમાં હત્યા લૂંટ ચોરીના ગુનામાં ઘટાડો,જુગાર હથીયાર ડિટેકશનમાં વધારો થયોનો રેન્જ...

મોરબીમાં હત્યા લૂંટ ચોરીના ગુનામાં ઘટાડો,જુગાર હથીયાર ડિટેકશનમાં વધારો થયોનો રેન્જ IGનો દાવો

છેલ્લા એક વર્ષ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી સુધરી ક્યા શું ખૂટે છે શું સુધારની જરૂરિયાત છે તે બાબતે રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઇન્પેક્સ્ન કરવામાં આવે છે. મોરબી જિલ્લાનુ રેન્જ આઈ જી સંદીપસિંહ દ્વારા આજે ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મોરબી જિલ્લાના માળિયા પોલીસ મથક તેમજ ટંકારા પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી હતી આ ઉપરાંત અલગ અલગ પોલીસ મથક દ્વારા કરવામાં આવેલ કામગીરી અને તેના થકી ગુનાહિત કૃત્ય ઓર અંકુશ આવ્યો કે કેમ તે અંગે રેકોર્ડ આધારે ચકાસણી કરી હતી જેમાં રેન્જ આઈ.જીએ ઇન્સ્પેકશન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે 9 મહિના દરમિયાન હત્યાના ગુનામાં 42 ટકા ઘટાડો,લુટ અને અકસ્માત મોતમાં 7 ટકા ઘટાડો થયો છે ચોરીમાં 10 અને ઈજાના ગુનામાં 11 ટકા ઘટાડો કરાયાનો દાવો કરવામાં આવ્યો છે આ સિવાય 42 ટકા હથીયાર વધુ પકડાયા છે તો જુગારના કેસમાં 12 ટકા અને પ્રોહીબીશન કેસમાં 15 ટકાનો વધારો થયો હોવાનો રેન્જ આઈ જીએ દાવો કર્યો હતો

આ ઉપરાંત આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાને લઇ જરૂરી પગલા લેવા જેમાં માથાભારે તત્વોને પાસા અંતર્ગત અટકાયતી પગલા લેવા લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા સુચના આપવામાં આવી હોવાનું પણ રેન્જ આઈજીએ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW