વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પીયુષ ગોયલે ગુજરાતની મુલાકાત કર્યા બાદ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં આવીને તેઓ ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. મંગળવારે બપોરને સમયે 1.00 વાગ્યે જે.પી.નડ્ડા રાજકોટના એરપોર્ટ પર આવશે. રાજકોટ શહેર ભાજપ તરફથી એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
પ્રથમ વાર મુલાકાત: રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જે.પી.નડ્ડા સૌપ્રથમ વખત રાજકોટ મહાનગરના આંગણે પધારી રહ્યા છે. ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા તેમને શાનદાર રીતે સત્કારવા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજકોટ મહાનગર ખાતે કાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતમાં જન પ્રતિનિધિ સંમેલન યોજાઈ રહ્યું છે. જેમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તમામ રાજકીય કાર્યક્રમ 1 વાગ્યા સુધીમાં શરૂ થશે

