HomeNationalમોહાલીમાં માહોલ બગડ્યો, ન્હાતી યુવતીનો વીડિયો વાયરલ થતાં બબાલ

મોહાલીમાં માહોલ બગડ્યો, ન્હાતી યુવતીનો વીડિયો વાયરલ થતાં બબાલ

પંજાબના મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીમાં શનિવારે મધરાતે હંગામો થયો હતો. અહીં ભણતી એક વિદ્યાર્થિનીએ જ અન્ય 60 જેટલી વિદ્યાર્થિનીઓ નહાતી હોવાનો વીડિયો વાઇરલ કર્યો હતો. તેણે આ વીડિયો સિમલામાં રહેતા તેના મિત્રને મોકલ્યો હતો.

તેમણે સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. જ્યારે આ વાત સામે આવી ત્યારે 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. હાલમાં મોહાલીના કેમ્પસમાં વાતાવરણ તંગ છે.પંજાબના મોહાલીમાં એક યુનિવર્સિટીમાં મોડી રાતે હડકંપ મચી ગયો હતો, જ્યારે એક વિદ્યાર્થિનીએ બીજી વિદ્યાર્થીનીનો ન્હાતા વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો. ચંદીગઢ યુનિવર્સિટીમાં મોડી રાતે હડકંપ મચી ગયો હતો, જ્યારે એક વિદ્યાર્થિનીએ બીજી વિદ્યાર્થીનીનો ન્હાતા વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો.

આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્ટેલની 8 વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે આવી અફવાના પગલે પોલીસે પગલાં લીધા છે. યુનિવર્સિટીના ગેટ નંબર 2 પર વિદ્યાર્થીઓને હોબાળો કર્યો હતો. કેટલાય વિદ્યાર્થીઓ અહીં જમા થઈ ગયા હતા. અને તેમને સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં પોલીસે આવીને કાર્યવાહીનું આશ્વાસન આપતા વિદ્યાર્થીઓ શાંત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આત્મહત્યા કરનારી વિદ્યાર્થીઓમાં એક હાલત ગંભીર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW