રાજસ્થાનના નાગરિક ઉડ્ડયન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે ગુરુવારે રાજ્યના રસ્તાઓની હાલતને લઈને સીએમ અશોક ગેહલોતની હાજરીમાં તેમના કેબિનેટ સાથી ભજનલાલ જાટવ પર નિશાન સાધ્યું હતું. રાજસ્થાનના ખરાબ રસ્તાઓની હાલત પર નારાજગી વ્યક્ત કરતા મંત્રી વિશ્વેન્દ્ર સિંહે કહ્યું કે “રસ્તાઓ એટલા ખરાબ છે કે સગર્ભા મહિલાઓ હોસ્પિટલ જતા રસ્તામાં બાળકને જન્મ આપી દે, રસ્તાઓનું સમારકામ થાય છે છતાં, દરરોજ લોકોની ફરિયાદો આવે છે. “
વિશ્વેન્દ્ર સિંહ અને અશોક ગેહલોત ભરતપુરમાં રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહમાં હતા. જ્યારે સિંહનો બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે પોતાના સાથી મંત્રી ભજનલાલ જાટવ પર રસ્તાઓની ખરાબ હાલત માટે નિશાન સાધ્યું અને નિવેદન આપ્યું. સિંહે PWD મંત્રી જાટવને કહ્યું, “રસ્તાઓ એટલા ખરાબ હતા કે અહીં આવતા સમયે મારે ગળામાં સર્વાઇકલ કોલર પહેરવો પડ્યો હતો.મંચ પર સિંહના ભાષણ દરમિયાન અશોક ગેહલોત સાથે મંત્રી ભજનલાલ જાટવ પણ હાજર હતા. જ્યારે સિંહે કહ્યું કે “રસ્તા એટલા ખરાબ છે કે રસ્તામાં ગર્ભવતી મહિલાને બાળક થઈ શકે છે”, ત્યારે મંચ પર હાજર અશોક ગેહલોત સહિત તમામ નેતાઓ હસવા લાગ્યા.,

