અમદાવાદના મેમનગર વિસ્તારના બસ સ્ટોપ પર આજે સવારે એકાએક BRTS બસમાં આગ લાગી હતી. ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસમાં સવાર તમામ 40 જેટલા મુસાફરોનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને 10 મિનિટમાં કાબૂ લીધી હતી. સવારે 8.30 કલાકની આ ઘટના છે. મેમનગર BRTS બસ સ્ટેશન પર એક BRTS બસ આવી હતી.
T 28 મેમનગર સ્ટેશન પર ડોકીંગ એરિયામાં પહેલા BRTS બસની બ્રેક ડાઉન થઈ હતી એના પછી એન્જિનમાં ધુમાડો નીકળ્યો હતો. ડ્રાઈવરને આગળના ભાગમાં ધુમાડો દેખાતા જ તેને મુસાફરોને તાત્કાલિક નીચે ઉતાર્યા હતા. તો બસ સ્ટોપ પર રહેલા સ્ટાફ દ્વારા દરેક પેસેન્જરને બસમાંથી ઉતારી દીધા હતા અને થોડી વધારે ધુમાડા નીકળતા બસ સ્ટોપમાં રહેલા દરેક સ્ટાફ અને પેસેન્જરને તાત્કાલિક ધોરણે બસ સ્ટોપ ખાલી કરાવી સૂચના આપી હતી. આ ઘટનામાં એક પણ મુસાફરને જાનહાનિ થઈ નથી, ડ્રાઈવરની સમયસૂચકતાને પણ જીવ બચી ગયો છે. તમામ મુસાફરો અને ડ્રાઈવર સમયસર બહાર નીકળી ગયા હતા. જે કારણસર કોઈપણને કોઈપણ પ્રકારની જાના હાનિ થઈ નથી.

