દેશના અવ્વલ નંબરના ઔદ્યોગિક અદાણી ગૃપના એક અંગ અને દેશના સંકલિત પરિવહન ક્ષેત્રની વિરાટ કંપની અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)ની પોતાની સંપૂર્ણ માલિકીની એચડીસી બલ્ક ટર્મિનલ લિ. (HBTL)એ શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ કોલકત્તા (SMPK) સાથે હલ્દિઆ બંદર ખાતે બર્થ નં.૨ના મિકેનાઇઝેશન માટે કન્સેસન એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવા સાથે બંદરીય ક્ષેત્રમાં પોતાની પાંખ વિસ્તારી છે અદાણી પોર્ટસ અગાઉ ફેબ્રુઆરીમાં એપીએસઇઝેડની શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ કોલકત્તા (SMPK)એ એક સફળ બિડર તરીકે કરેલી પસંદગી સાથે આ એગ્રીમેન્ટ અનુસંધાન જોડે છે.
એપીએસઇઝેડના પૂર્ણ કાલિન ડાયરેકટર અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ’’હલ્દિઆ બલ્ક ટર્મિનલના મિકેનાઇઝેશન અને અપગ્રેડેશન અમોને બંગાળમાં એપીએસઇઝેડની ફુટ પ્રિન્ટને દ્રઢતાથી પ્રસ્થાપિત કરવાની તક પૂરી પાડે છે.” “બંગાળના સતત વિકસતા ઉદ્યોગ અને અર્થતંત્રને વધુ વેગ આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ સંપૂર્ણ યાંત્રિક સુવિધા સાથે અમારું લક્ષ્ય બંદરીય કામગીરી અને પર્યાવરણીય પધ્ધતિઓમાં ઉચ્ચ બેન્ચમાર્ક સ્થાપવાનું છે. ભારતના પૂર્વ કિનારે અમારા હાલના વિશ્વ કક્ષાના બંદરો અને ટર્મિનલ્સની સાથે, APSEZની સેવાઓ સાથે આ ટર્મિનલ સુમેળ સાધીને ગ્રાહકોના અનુભવમાં ઉમેરો કરશે.
સંકલિત લોજિસ્ટિક્સના ક્ષેત્રમાં અમારું નેતૃત્વ HBTLની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને આખરે તે શિપિંગ ઉદ્યોગને ફાયદારુપ થશે.” એમ તેમણે વધુમાં જણાવ્યું હતું શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ કોલકત્તા (SMPK) અને હલ્દીઆ બલ્ક ટર્મિનલ લિ.(HBTL) વચ્ચે થયેલા કન્સેશન એગ્રીમેન્ટ અનુસાર આ પ્રોજેક્ટના અમલીકરણ માટે રચાયેલ સ્પેશિયલ પર્પઝ વેહીકલ (SPV) ને હલ્દિઆ ખાતેના હલ્દીઆ ડોક સંકુલ ખાતે 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે વાર્ષિક ૩.૭૪ મિલિયન ટનની ક્ષમતાના આ બલ્ક ટર્મિનલની ડિઝાઇન, નિર્માણ, ધિરાણ, સંચાલન, જાળવણી અને સંચાલનના અધિકારો પ્રાપ્ત થશે.

