HomeGujaratમાળીયા ખાતે સરકારી યોજનાની જાણકારી માટે અગરીયા સંમેલન યોજાયું

માળીયા ખાતે સરકારી યોજનાની જાણકારી માટે અગરીયા સંમેલન યોજાયું

માળીયા મિંયાણાના અગરીયા બહુહેતુક કેન્દ્ર ખાતે ગત તારીખ 13 ના રોજ અગરિયાઓ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવા તથા સરકાર દ્વારા અગરિયાઓને સરકારી વિભાગો દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે તેના વિશે તેમજ સરકારી વિભાગોના આગામી મીઠાની સીઝનના આયોજન માટે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી, અગરીયા હિતરક્ષક મંચ માળીયા અને માળીયા તાલુકા મીઠા ઉત્પાદન એસોસિયેશન દ્વારા અગરિયાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં દરેક વિભાગો દ્વારા સીઝનમાં પડેલ મુશ્કેલીઓ તથા આવતી સીઝનના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ સંમેલનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મોરી, અગરીયા હિતરક્ષક મંચના પ્રમુખ હરીનેશભાઈ પંડ્યા, અગરીયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બારૈયા, માળીયા તાલુકા દસ એકર મીઠા ઉત્પાદક એસોસિયેશનના પ્રમુખ દેવાભાઈ ડાંગર, મામતદાર ડી.સી.પરમાર, ટી.ડી.ઓ, સી.ડી.પી.ઓ. મયુરીબેન, ટી.એચ.ઓ ડો. બાવરવા, ના.કા.પા બોર્ડ મોરબી, એસ.એસ.એ. કોર્ડીનેટર, બી.આ.સી. માળીયા, આર.એફ.ઓ મોરબી તેમજ શ્રમ વિભાગના સંચાલક સહીત સરકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને 400 થી 500 અગરમાં કામ કરતા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW