HomeGujaratમાળિયામાં મીઠા પ્રોસેસિંગ ફેકટરી પર વીજળી પડતા 13 વર્ષ ના બાળકનું મોત,યુવાન...

માળિયામાં મીઠા પ્રોસેસિંગ ફેકટરી પર વીજળી પડતા 13 વર્ષ ના બાળકનું મોત,યુવાન ઇજાગ્રસ્ત

મોરબીમાં શનિવારે મોડી સાંજથી શરૂ થયેલા વરસાદે અનેક વિસ્તારોમાં ખાનાખરાબી સર્જી છે.ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં વીજળી પડવાની જાનહાની થવાની ઘટના સામે આવી છે.જેમાં.વાંકાનેરમાં એક ઘરમાં વીજળી પડી હતી જેમાં વીજ ઉપકરણ બળી ગયા હતા તેમજ ઘરની છતને. નુકશાન થયું હતું તો બીજા એક બનાવમાં માળિયા નજીક એક મીઠાના કારખાનામાં વીજળી પડતાં એક કિશોરનું મોત થયું છે. જયારે તેની સાથે રહેલા બીજા એક યુવાનને ઇજા પહોંચી છે.માળિયાના હરિપર નજીક દેવ સોલ્ટ પાસે આવેલ હબીબ નથુ મોવર સોલ્ટ વર્કસમાં વીજળી માથે પડતા રોહિત સુખભાઈ પાટડીયા ઉ.વ.13નું મોત નીપજ્યું છે. જ્યારે રમેશ મહાદેવભાઈ ઉ.વ. 21ને ઇજા પહોંચી છે
બનાવ બાદ રોહિતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે રમેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે જાણ થતાં મામલતદાર અને પોલીસ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW