મોરબી શહેરની સિવિલ હોસ્પીટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલ એક મહિલાની પ્રસુતિ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી મહિલા તેના નવજાત શિશુ સાથે તેના પતિના ઘરે જતી હતી તે દરમિયાન રસ્તામાં મહિલાના કાકા અને અન્ય પરિજનો રસ્તામાં j તેનું અપહરણ કરી લઈ જતા ચકચાર મચી ગઈ હતી. બનાવની મહિલાના પતિએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી
બનાવની મળતી માહિતી મુજબ મૂળ થાનગઢના વતની અને હાલ વિરમગામ રહેતા મહેશભાઈ પ્રભુભાઈ માત્રાણીયાએ તેની j જ્ઞાતિની અને વાંકાનેરમાં રહેતી લક્ષ્મીબેન અમરશીભાઈ રાઠોડ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.અને છેલ્લા એક મહીનાથી સરતાન પર પાસે આવેલ ટીટા સિરામિક નામની ફેકટરીમાં રહી મજુરી કામ કરતા હતા બીજી તરફ લક્ષ્મીબેન પણ સગર્ભા હોય દરમિયાન બે દિવસ પહેંલા તેમને પ્રસુતિની પીડા થા મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પીટલમાં પ્રસુતિ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ખિલખિલાટ વાનમાં પતિ [પત્ની અને નવજાત શિશુ તેના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં લક્ષ્મીબેનના સગા આવી પહોચ્યા હતા અને નવજાત શિશુને લક્ષ્મીબેનનું અપહરણ કરી લઇ ગયા હતા.બનાવ અંગે મહેશભાઈએ તાલુકા પોલીસ મથકમાં અશોક કેશાભાઇ ધરજીયા,જીતાભાઈ કેશાભાઇ ધરજીયા,વિપુલભાઈ પ્રભુભાઈ રામભાઈ રાઠોડ તેમજ વસંતબેન સહીતન લોકો વિરુદ્ધ છરીની અણીએ તેમની પત્નીનું અપહરણ કર્યાની ફરિયાદ નોધાવી હતી.

