સુરતના રાંદેર વિસ્તારમાં વેપારી સાથે નકલી સિક્કા પધરાવીને રૂપિયા નવ લાખની છેતરપિંડી કરવામાં આવી છે. વેપારીને મુઘલકાળના સોનાના સિક્કાના બહાને નકલી સિક્કા પધરાવી દેવામાં આવ્યા હતા. નવ લાખથી વધુની છેતરપિંડી કરનારી ઠગ ટોળકીની રાંદેર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં પોલીસે દિપક,શંભુ સને દીપા નામની મહિલાની ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી વેપારીની લાખોની રકમ પણ રિકવર કરવામાં આવી છે.આ ઠગ ટોળકીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાની શક્યતા છે. જેથી પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી.
આરોપીઓએ પોતાની પાસે રહેલા મોઘલ કાળના સોનાના સિક્કા સસ્તામાં આપી દેવાની વેપારીને લાલચ આપી હતી. વેપારી ઠગબાજોની વાતોમાં આવી જતા એક સોનાનો સિક્કો સેમ્પલ તરીકે બતાવવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા સિક્કો અસલી સોનાનો હોવાનું વેપારીને માલુમ પડયું હતું..ત્યારબાદ વેપારીએ ઠગ ટોળકીને રૂપિયા નવ લાખ જેટલી રકમ આપી તેઓની પાસે રહેલા સિક્કા ખરીદી લીધા હતા.