મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચનાને પગલે પીઆઈ એમ.આર.ગોઢાણીયા,પીઆઈ એન.બી.ડાભી તેમજ પીએસઆઈ એન.એચ.ચુડાસમા અને ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયન બાતમી મળી હતી કે ખાણ ખનીજ કલમ અંતર્ગત નોધાયેલ ગુન્હાનો એક આરોપી રાજુ મંગલીયા બબેરિયા મુળ માછલીયાજીરી, મચ્છલીયજહીર, તા.જી, જાંબુઆ મધ્યપ્રદેશ વાળો પીપળીયા ચાર રસ્તા ખાતે આવવાનો હોય તેવી ચોક્કસ બાતમી આધારે સ્ટાફના માણસો સાથે પીપળીયા ચાર રસ્તા ખાતે વોચ ગોઠવી હતી અને જેવો આરોપી રાજુ મંગલીયા બબેરિયા બાતમી વાળી જગ્યાએ આવ્યો કે તુરત તેને પકડી લીધો હતો અને આગળની કાર્યવાહી અર્થે હળવદ પો.સ્ટે.માં સોંપી આપેલ છે. પકડાયેલ આરોપી છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ખનીજ ખનન, વહન તથા ફરજમાં રૂકાવટના ગુનો આચરી નાસતો ફરતો હતો પોલીસને 13 મહિનાથી ફરાર આરોપીને ઝડપી લઇ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

