રાજ્યભરમાં ચકચાર મચાવનાર કોન્સ્ટેબલ કુલદીપ સિંહ યાદવ અને તેના પરિવારના આપઘાત પ્રકરણમાં મૃતક દ્વારા આપઘાત પહેલા મિત્રોને મોકલવામાં આવેલ મેસેજ નોટ સામે આવી છે જેમાં આપઘાતનું સાચું કારણતો સામે આવ્યું નથી પરંતુ આપઘાત કરતા પહેલા તેના મનમાં રહેલી ઇચ્છાઓ અને વિચાર રજુ કર્યા હતા જેમાં તેમણે માતા પિતાની માફી માગી હતી તેમજ પોતે પત્નીને દીકરીને પણ પ્રેમ કરતો હોવાથી બન્નેને સાથે લઇ જાઉં છું તેમ જણાવ્યું હતું
મિત્રોને મોકલેલ મેસેજ મુજબ આજે મારી દીકરી મારી સાથે બહું જ રમી છે પત્નીને પણ એકલી મૂકી શકું તેમ નથી એ પણ મારી સાથે આવી રહી છે. એટલે દીકરી અને પત્ની બંનેને સાથે લઈને જાઉ છું. મારા જીવન આવેલ તમામનો દિલથી આભાર અને sorry”ખુદા સે મેને દુવા માગી દુવા મે આપની મોત માગીખુદા ને કહા મોત મે તુજે દુંગા પર ઉસે ક્યા કહું જિસને તેરી લાંબી ઉંમર કી દુવા માગી”મારી દુવા માગવા વાળીને મારી સાથે લય જાઉં છે બીજા કોઈએ દુવા નહીં માગી હોય મે request to bov kareli bt chalse khush chhu aaj hu bov k aa divas aaj aavi gayoJay યોગેશ્વર જય માતાજી અને જય દ્વારકાધીશ, જય કષ્ટ ભંજન દેવPolice no grad pay vadhe e અંતિમ ઇચ્છાIPS Paisa bov khay chhe ane e j pagar વધારવા નથી દેતાજોકે, પોલીસકર્મીના આપઘાતના કારણો પોતાના પર્સનલ છે.
હાલ પોલીસ કર્મીના આપઘાત પાછળ પોતાના અંગત કારણ હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ પોલીસના ગ્રેડ પે વધારવા તેમજ આઈપીએસ પર લગાવેલ આરોપને પગલે ભારે ચર્ચાનું કારણ બન્યું છે.

