HomeGujaratગોધરા પાસે ખાનગી બસ બેકાબુ બની ટ્રક સાથે અથડાઈ 4 ના મોત,...

ગોધરા પાસે ખાનગી બસ બેકાબુ બની ટ્રક સાથે અથડાઈ 4 ના મોત, 11 ઈજાગ્રસ્ત

ગોધરા તાલુકાના અમરાપુરા ગામ પાસે બુધવારે વહેલી સવારે એક લકઝરી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.બેકાબુ બનેલ બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં નિશા બેન કાળુભાઈ શોભારમ ડામોર,લક્ષ્મીબેન કાળુભાઈ ડામોર,અનિતા બેન દિનેશભાઈ પણદા,સાવન દિનેશ ભાઈ પણદાનો મોત થયા હતા. ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે 11 વ્યક્તિને ઈજા થતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે આસપાસ લોકો એકઠા થઇ ગયા હતા તો બીજી તરફ બસ ડ્રાઈવર તક મળતા જ સ્થળ પર બસ મુકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા ગોધરા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક અકસ્માતને પગલે થયેલા ટ્રાફિક જામને ક્લિયર કરાવ્યો હતો બીજી તરફ મુસાફરો તેમજ ટ્રક ચાલકના નિવેદન આધારે ગોધરા તાલુકા પોલીસે લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW