HomeGujaratટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ચૂનો લગાવતી ટોળકી ઝડપાઈ

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ચૂનો લગાવતી ટોળકી ઝડપાઈ

જામનગર શહેરમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે વાહન માલિકોને એરપોર્ટમાં વાહન કોન્ટ્રાક્ટ ઉપર રખાવી આપવાની લાલચ આપી મૂળ માલિકના વાહન બારોબર વેચી અથવા ગીરવી રાખી છેતરપિંડી આચરતી ગેંગ પકડાઈ છે. ગેંગના બે સભ્યોને 11 વાહન કિંમત રૂ. 84 લાખના મુદ્દામાલ સાથે સીટી સી ડિવિઝન સર્વેલન્સ સ્કોડે ઝડપી પાડી કાર્યવાહી કરી છે.

કેસમાં ઝડપાયેલા આરોપીઓ જેમાં એક આરોપી જામનગર શહેરમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે, જ્યારે અન્ય બે આરોપીઓ રાજકોટમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. જેના દ્વારા દ્વારા વાહન માલિકોને અલગ અલગ ભાવે ઊંચા ભાવો અપાવી અને છેતરપિંડી તેમજ લાલચ આપવામાં આવતી હતી. જ્યારે આ કેસમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જામનગર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે.

સરફરાજ ઉર્ફે રાજ હૈદરઅલી, ટુર્સ ટ્રાવેલ્સનો વ્યવસાય, રાજકોટ, મહમંદહુસૈન ઉર્ફે સમીર અકબરભાઇ ખોડ, ડ્રાઇવિંગનો વ્યવસાય, રાજકોટ આરોપી છે. અરજદારો દ્વારા તેમના વાહનો એરપોર્ટમાં ભાડે રખાવી સારું વળતર આપવાની લાલચ આપી રાજકોટના તમામ આરોપી અવેશ ઈકબાલ આરંભડા, સરફરાઝ ઉર્ફે રાજ હૈદરઅલી ખોડ તથા મહમદ હુસૈન ઉર્ફે સમીર અકબર ખોડ નામના શખ્સોએ વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હોવાની અરજી થઈ હતી. સિટી-સી પોલીસે રાજકોટમાં તપાસ હાથ ધરતાં સરફરાઝ ઉર્ફે રાજ હૈદરઅલી ખોડ તથા મહમદ હુસેન ઉર્ફે સમીર અકબર ખોડ નામના બે શખ્સોને ઝડપી લીધાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW