HomeGujaratબાપાને 108 કિલોની કેક અર્પણ, પંડાલમાં થયા રસ ગરબા

બાપાને 108 કિલોની કેક અર્પણ, પંડાલમાં થયા રસ ગરબા

ગુજરાતમાં તમામ જગ્યાએ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ પાચ દિવસ બાદ વિસર્જન પણ થઈ ચૂક્યા છે.ધોરાજીમાં ગણેશોત્સવમાં ધૂમ મચી છે. સૌ કોઈ ગણેશજીની ભાવ વંદના કરી રહ્યા છે. અહી ભગવતસિંહજીના બાવલા ચોકમાં વિશાળ પંડાલમાં ગજાનન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.જેમાં ગણેશજીના જન્મોત્સવ નિમિતે 108 કિલોની બર્થડે કેક ધરાવવામાં આવી હતી. એ પછી બધાએ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી હતી.ગણેશોત્સવ માટે વાકાનેર અગ્રેસર રહ્યું છે.

અહી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આર.એસ.એસ ગ્રાઉન્ડમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અહી 1111 દીવડાની મહાઆરતી યોજાઈ હતી ત્યારે વાતાવરણ દિવ્ય બની ગયું હતુ.આ ઉપરાંત રાસગરબાની રમઝટ બોલી હતી. મ્યુઝિકલ પાર્ટીએ ધૂમ મચાવી હતી. સૌથી મોટુ આકર્ષણ આ પંથકના માલધારી ભાઈઓએ હુડો કેડિયા રાસ લઈને બધાને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. માર્કેટ ચોકમાં ગણેશસ્થાપનની મોટી વાત એ છે કે અહી બધે સૂચના બોર્ડ લગાવી ગણેશજી સમીપે કોઈએ દાન સ્વરૂપે ભેટ કે પૈસા મૂકવા નહીં!.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW