સુરત ડીઆરઆઇ વિભાગ દ્વારા પલસાણા હાઇવે પરથી જપ્ત કરવામાં આવેલી 20 કરોડ રૂપિયાની પ્રતિબંધિત સિગરેટ કેસમાં પૂછપરછમાં વધુ વિગતો સામે આવી રહી છે.
DRI ના પગલાં: ડીઆરઆઇ વિભાગના અધિકારીઓએ મુંદ્રા સેઝથી મુંબઇ જઇ રહેલા કેન્ટેનરને પલસાણા હાઇ-વે પર રોકી તેમાંથી પ્રતિબંધિત 20 કરોડના ઇ-સિગરેટ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. ભારતમાં ઇ-સિગરેટ પ્રતિબંધિત હોવાથી કેટલાક લોકો ચોરીથી વિદેશથી ઇમ્પોર્ટ કરી તેને ઉંચી કીંમતે વેચે છે. અહીં પણ સિગરેટ ઇમ્પોર્ટ કરનારાઓન પ્રતિ નંગ સિગરેટ 600 રૂપિયાની કિમતે મળી રહી હતી, જે તેઓ ચાર ગણા નફા સાથે એટલે કે 2400 રૂપિયામાં બજારમાં વેચી રહ્યા હતા.
કંપની મુંબઇમાં રજિસ્ટર્ડ કરવામાં આવી છે અને માલિક પણ મુંબઇનોજ નિવાસી છે. ડીઆરઆઇ વિભાગે તેના સુધી પહોંચવા માટેની કસરત શરૂ કરી છે.આયાત કરવામા આવેલા કન્ટેનરમાં અન્ય 700 બોક્સ હતોઉલ્લેખનીય છે કે, ચીનથી આયાત કરવામા આવેલા કન્ટેનરમાં અન્ય 700 બોક્સ પણ હતા, જેમાં હોમ પ્રોડક્ટની તમામ વસ્તુઓ હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓને ગુમરાહ કરવા માટે તમામ કોશિશો કરવામાં આવી હતી પરંતુ ડીઆરઆઇ વિભાગને મળેલી બાતમીના આધારે પર્દાફાશ થયો હતો.