સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા બાદ લોકો તેને આમ તેમ જાહેર જગ્યા અથવા કચરાના ઢગલામાં નાખી દેતા હોય છે. આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ડિકંપોસ ન થવાના કારણે તે ત્યાં જ પડ્યું રહે છે અને વર્ષો સુંધી જળ, જગંલ, અને જમીનને નુકસાન કરે છે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 મી ઓગસ્ટના દેશવ્યાપી પ્રવચનમાં પ્લાસ્ટિક મુક્ત ભારતનું આહવાન પણ કરવામાં આવ્યું હતું ત્યારે માળીયા મિંયાણાના ભાવપર ગામેથી સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંર્તગત પ્લાસ્ટીક મુકત ભારત અભિયાનની શરુઆત કરવામાં આવી છે.

સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંર્તગત પ્લાસ્ટીક મુકત ભારત કાર્યક્રમની શરૂઆત માળીયા તાલુકાના ભાવપર ગામેથી તારીખ 06 સપ્ટેમ્બર ને મંગળવારથી ગ્રામ પંચાયત સરપંચ મનુભાઇ ગામી, માજી સરપંચ બાબુભાઇ ગઢીયા, તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઇ બાવરવા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વ્યાસ ધનેશ્વર કાંતિલાલ, માજી આચાર્ય કડીવાર, ભાવપર તાલુકા શાળાના આચાર્ય એન ડી પટેલ તથા સાથી શિક્ષક મિત્રો અને સંકુલના સહકારથી આ કાર્યક્રમના મોરબી જીલ્લાના સંયોજક મનુભાઇ કૈલા, સહ સંયોજક હિરેનભાઇ વિડજા, રાજેશભાઇ એરણીયા અને મેહુલભાઇ ગાંભવા દ્વારા કરવામાં આવી હતી જેમાં ભાવપર ગામની દરેક શેરીમાંથી પ્લાસ્ટિક વેસ્ટ કલેકશનમાં ગામના વિદ્યાર્થીઓ તથા ગામ લાકોને જોડીને મોરબી જીલ્લામાં અભિયાનની શરૂઆત ભાવપર ગામથી શરૂઆત કરવામાં આવી છે.


