HomeGujaratMorning motivation: તો માણસનો પરિવાર સુખી પરિવાર ન બની શકે

Morning motivation: તો માણસનો પરિવાર સુખી પરિવાર ન બની શકે

અત્યારે સમાજમાં બધાના મકાન ખૂબ જ સરસ ડિઝાઇનવાળા જોવા મળે છે પણ ઘર તૂટતા જાય છે. એક ઘરમાં આવક ડબલ થઈ ગઈ પણ છુટાછેડા પણ વધતા ગયા. બિલ્ડીંગ સો માળની થતી ગઈ પણ ચારિત્ર તળીયે આવતા ગયા. હાઇવે ના રસ્તાઓ પહોળા થતા ગયા પણ માણસના દ્રષ્ટિકોણ સંકોચાતા ગયા. ચંદ્ર પર જઈને પાછા આવી ગયો માણસ પણ પાડોશીમાં કોણ રહે છે એની ખબર નથી.

મંગળ પર પાણી છે કે નહીં એ શોધવામાં રૂપિયા 10 લાખ ખર્ચી નાખ્યા પણ આ જ રકમ પૃથ્વી પર રહેતા લોકોને પાણી આપવામાં નાખ્યા હોત તો દરેક ઘરમાં 24 કલાક પાણી આવત. ઘણી માહિતી ભેગી કરી માહિતી માંથી જ્ઞાન પણ મેળવ્યો પણ જ્ઞાનમાંથી શાણપણ અમલ કરવામાં નિષ્ફળ ગયા. સારામાં સારા એજ્યુકેશનની વ્યવસ્થા હવે ની પેઢી પાસે છે. સારા શિક્ષકોની વ્યવસ્થા પણ આજની પેઢી પાસે છે. સમાજમાં ઘણું સારું ઇન્ફ્રા સ્ટ્રક્ચર છે જે પહેલા ન હતું. તેમ છતાં હિંસા અને ગુનાખોરી વધતી જાય છે. છેતરપિંડી અને બેઈમાની વધતી જાય છે. માણસ પોતે ભણ્યો પણ ગણ્યો નહીં. અણુગ્રહ તોડી પાડ્યો પણ કોઈ માણસ પ્રત્યેનો પૂર્વગ્રહ હજુ પણ તુટતો નથી. દેખાડવા માટે માણસ પાસે ઘણું બધું છે પરંતુ દિલમાં સારા વિચારો ઓછા છે. એટલે જ માણસનો પરિવાર સુખી પરિવાર નથી બની શકતા.

સારા અને બેસ્ટ પરિવાર માંથી આવતા લોકોને પણ જીવન જીવવાની શૈલી ખબર નથી હોતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW