રાજકોટ જીલ્લાનાં રાજકોટ તાલુકાનાં વાજડી વીરડા ગામના સર્વે ન.૫૧ની બીનખેડવાણ જમીન જે “ગોષપાર્ક”માં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં.૨૬ ની ખુલ્લી જમીન ચો.મી.૧૬૭–૨૨, જેનાં ચો.વા.આ.૨૦૦–૦૦ નાં ક્ષેત્રફળની મીલ્કત ધીરજલાલ ભાણજીભાઈ વડાલીયાનાં કુલમુખત્યારથી સભાષ શાંતિલાલ ડૉડીયા પાસેથી મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતા (NRI) રહે. સાવસર પ્લોટ વાળાએ રજી.વ.૬.અનું નં.૧૩૪૮૦, તારીખ ૧૬/૧૧/૧૯૮૯ નાં રોજથી ખરીદી હતી .બાદમાં મોરબીનાં મહેન્દ્રભાઇ નામના જમીન મકાનની દલાલી કરતાં શખ્સે તેઓ વર્ષ ૨૦૦૮-૨૦૦૯ના સમય દરમિયાન કોઈ પણ સમયે મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતાનાં દિયર સ્વ.સતિષભાઈ તેમચંદ માઈ મહેતા તાં સ્વ.વિનયકાંતભાઈ ટેમચંદભાઇ મહેતાનાં નામે આવેલ વીરડાવાજડી ગામમાં બીનખેતી થયેલ જમીન જે ડ્રાઈવીન પાર્ક” નાં નામે ઓળખાતા વિસ્તારના પ્લોટ નોર૪ તથાં ૨૫ નું આશરે ૨૦૦૮ની સાલમાં વેચાણ કરાવી આપેલ હતું. થોડા સમય બાદ મહેન્દ્રભાઈ મીલ્કતનાં માલીકનાં ઘરે આવી સંપર્ક કરેલ અને તેઓએ મીલ્કતનાં માલીકનાં પતિને જણાવેલ કે તમારા બન્ને ભાઈઓનાં પ્લોટનું વેચાણ કરાવી આપેલ છે. તમારા પ્લોટ નં.૬ નું વેચાણ કરવું હોય તો જણાવશો. મીલ્કતનાં માલીક તથા તેમનાં પતિએ આ બાબતે સ્પષ્ટ ના પાડેલ હતી કે અમારે સદરહુ પ્લોટ નં.૨૬ નું વેચાણ કરવું નથી. ત્યારબાદ, મહેન્દ્રભાઈ એ ફરી ઘોડા દિવસ બાદ મીલ્કતનાં માલીકનો સંપક કરેલ અને કોઇ નકશો બતાવેલ અને જણાવેલ કે તમારો પ્લોટ ન્યારી ડેમમાં ડૂબમાં ગયેલ છે. જેથી આની સહાય સરકાર પાસેથી મેળવવા તમારીમિલકતની ફાઈલ જોશે તેવું કહેતા આ જમીનની અસલ ફાઇલ તેઓ લઈ ગયા હતા. મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતા NRI હોવાથી તેવો લંડન જતા રહ્યા હતા. તે અરસામાં મહેન્દ્રભાઈ દલાલ અને મીલ્કતનાં માલીકનાં ભડતા નામો વાળી વ્યક્તિ અન્ય મીનાબેન નરેન્દ્રભાઈ મહેતા તથાં તેમનાં પતિ નરેન્દ્ર માઈ શાંતિલાલ મહેતા જેઓ હાલ મોરબી મકામે અરૂણોદય નગર બ્લોક નં. ૧૦૫, સામાકાંઠે મોરબી-૨ માં રહેતા હોય તથાં અન્ય વ્યક્તિઓએ મેળાપીપણ કરી ઉપરોકત મીલ્કતનું ગેરકાયદેસર રીતે બોગસ બનાવટી દસ્તાવેજ, ઉભો કરી, ઠગાઇ, ફટલેખન કરી અપ્રમાણીક રીતે રજી.વેચાણ દસ્તાવેજ અ.નં.૫૪૭૩૯, તારીખ ૩૧/૦૮/૨૦૧૦ નાં રોજ થી રાજકોટનાં રહેવાસી ગીરીશભાઈ મોહનભાઈ ચોવટીયાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે. આ મીલ્કતનું બારોબાર વેચાણ કરી નાંખેલ છે. આ કામનાં ખરા અને મૂળ માલીક મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતા હાલ રહે. સાવસર પ્લોટ વાળા નેરાજકોટ સીટી સર્વે કચેરી તરફથી ૧૩૫ ડી ની નોટીશ મળતાં આ બાબત તેઓનાં ધ્યાનમાં આવતાં તેઓએ તમામ આરોપીઓ વિરૂધ્ધ ઈન્ડિયન પીનલ કોડ ની કલમ ૪૦૬,૪૧૬, ૪૧૭, ૪૨૦ વિગેરે મુજબની ફોજદારી ફરીયાદ રાજકોટ પોલીસ કમીશ્નરમાં કરેલ છે. તથાં લેન્ડ ગ્રેીંગ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ છે. આ કેસમાં ફરીયાદી મહિલા તરફથી રાજકોટનાં વકીલ રાજેશ યુ. પાટડીયા તથાં મોરબીનાં વકીલ મોહીત એન મહેતા રોકાયેલ છે.

