આજના સમય સામાન્ય રીતે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ લખ લુટ ખર્ચ કરતા હોય છે તો એવા પણ લોકો છે જે જન્મ દિવસે આસપાસની સરકારી શાળા કે આંગણવાડીમાં સ્ટેશનરી રમકડા અથવા જરૂરિયાત ચીજ વસ્તુઓની ભેટ આપી જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા હોય છે. મોરબીના મકનસર ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અને મકનસર પ્રાથમિક શાળાના SMC અધ્યક્ષ એવા ગીરીશભાઈ પરમાર પોતાના જન્મદિવસ પર બાળકોને ભોજન કરાવ્યુ હતું.જૂના મકનસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે ડિજીટલ યુગ જોતા કોમ્પ્યુટર ભેટ આપીને જન્મદિવસ ને ઉજવ્યો હતો.ગીરીશભાઈ પરમાર પોતાના જન્મદિવસ નિમિતે કેક, ચોકલેટ અને પાર્ટીના ખોટા ખર્ચ કર્યા વગર અને જન્મદિવસની સાચી અને પ્રેરણાદાયક ઉજવણી માટે ગીરીશભાઈ પરમાર તેમના દ્વારા એક અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી.જેમાં મકનસર ની આંગળવાડી સરકારી સ્કૂલ તથા મોરબી અનાથ આશ્રમમાં વિદ્યાર્થીઓને તથા આશ્રમના બાળકોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી જનતાને સામાજિક સેવાનો મેસેજ આપ્યો હતો.

