HomeGujaratઆખરે પાકિસ્તાન સામે ભારત 5 વિકેટથી હર્યું

આખરે પાકિસ્તાન સામે ભારત 5 વિકેટથી હર્યું

એશિયા કપ-2022ના સુપર મેચમાં પાકિસ્તાને દમદાર બેટિંગ કરી ભારતને 5 વિકેટે પરાજય આપ્યો છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું હવે પાકિસ્તાને ભારતને પરાજય આપ્યો છે.

સૂર્યકુમાર યાદવ માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર નવાઝનો શિકાર બન્યો હતો. રિષભ પંત 12 બોલમાં 2 ચોગ્ગા સાથે 14 રન બનાવી આઉટ થયો હતો. તો હાર્દિક પંડ્યા ખાતુ ખોલાવ્યા વગર હસનૈનનો શિકાર બન્યો હતો. દીપક હુડ્ડાએ 16 રન ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈ 8 અને ભુવી 0 રન બનાવી અણનમ રહ્યાં હતા. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને 4 ઓવરમાં 31 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય નસીમ શાહ, મોહમ્મદ હસનૈન, હારિસ રઉફ અને નવાઝને એક-એક સફળતા મળી હતી.

મોહમ્મદ રિઝવાન (71 રન) અને મોહમ્મદ નવાઝ (42) ની શાનદાર બેટિંગની મદદથી પાકિસ્તાને એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં ભારતને 5 વિકેટે પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે કોહલીના 60 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

પાકિસ્તાન માટે એશિયા કપ-2022માં કેપ્ટન બાબર આઝમનું ફોર્મ ચિંતાનો વિષય છે. બાબર આઝમ સતત ત્રીજી મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બાબર ઈનિંગની ચોથી ઓવરમાં 14 રન બનાવી રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. તો ફખર ઝમાન 15 રન બનાવી યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW