HomeGujaratCentral Gujaratહાઇવે પરની ઇસ્કોન હોટલમાં 5 રાઉન્ડ ફાયર

હાઇવે પરની ઇસ્કોન હોટલમાં 5 રાઉન્ડ ફાયર

પાટડી તાલુકાના કચોલિયા ગામના બોર્ડ પાસે આવેલી ઇસ્કોન ફુડ મોલમાં ગાડીમાં આવેલા ગેડીયા ગામના બે શખ્સોએ તમારે હોટલ ચલાવવી હોય તો અમને દર મહિને રૂ. 15,000નો હપ્તો આપવો પડશે એમ જણાવી પાંચ રાઉન્ડ ફાયરીંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં એક ગોળી હોટલની દિવાલ પર બે ગોળી હોટલનો સ્ટાફ નીચે બેસી જતા બચી ગયેલા અને બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી બે આરોપીઓ ગાડીમાં ફરાર થઇ ગયા હતા.

બંને આરોપીઓ અવારનવાર આ ઇસ્કોન ફુડ મોલ હોટલ પર આવી મફતમાં ઠંડા પીણા અને સીગરેટ સહિતનો સામાન લઇ બંદૂકની અણીએ અહીં હોટલ ચલાવવી હોય તો રૂ. 15,000નો હપ્તો માંગવાની સાથે ધાકધમકી આપતા હતા. અને બીકના માર્યા અત્યાર સુધી પોલિસ ફરીયાદ ન નોંધાવી હોવાનું હોટલના સ્ટાફે પોલિસને જણાવ્યું હતુ.હાલ માં એક આરોપી ની અટકાયત કરવા માં આવી છે અન્ય એક આરોપી ફરાર છે. સુરેન્દ્રનગરના પાટડી માલવણ નજીક ઇસ્કોન હોટલમાં ફાયરિંગની ઘટના બની છે જેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે જાહેરમાં કાયદો અને વ્યવસ્થા ના વટાણા વેરાયા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ બાબતની જાણ થતા તાત્કાલિક પણે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના દોડી ગઈ હતી અને વિવિધ પ્રકારની માહિતીઓ મેળવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW