HomeGujaratભાવનગર પોલીસે હુક્કાબારમાં દરોડા પાડયા, 2 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર પોલીસે હુક્કાબારમાં દરોડા પાડયા, 2 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર શહેરના વીઆઈપી રોડ પરના કોમ્પ્લેક્ષની દુકાનમાં ચાલતા યુવાધનને નશાના રવાડે ચડાવી નશાના ખપ્પરમાં હોમતા હુક્કાબાર પર પોલીસે દરોડો પાડી નવાપરા, ભીલવાડા, ક્રેસંટ સર્કલ, મેઘાણી સર્કલ, વડવા સીદીવાડના શખ્સોને ઝડપી પાડી હુક્કા, તંબાકુની ફ્લેવર, છ મોબાઈલ મળી રૂા.2.92 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

નશાનો અડ્ડો: પોલીસ તપાસ દરમિયાન નવાપરાનો શખ્સ હુક્કાબાર ચલાવી સવલતો પુરી પાડતો હોવાનું ખુલવા પામ્યું હતું.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગંગાજળીયા પોલીસ સ્ટાફ ગત રાત્રીના સુમારે પોસ્ટે વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ શહેરના વી.આઈ.પી. રોડ ઉપર આવેલ સ્વરા બિલ્ડીંગના કોમ્પ્લેક્ષમાં આવેલ એફ-૫ નંબરની ઓફિસમાં નવાપરાના રોશની પાન નામની દુકાન સામે રહેતા આદીલ ઈદ્રીશભાઈ સોલંકી પોતાના કબજા ભોગવટાની ભાડાની ઓફિસમાં ગેરકાયદેસર રીતે યુવાઘનને તહેસ નહેસ કરી નશાના રવાડે ચડાવતુ હુક્કાબાર ચલાવી હુક્કાબારની સવલતો પુરી પાડી ફ્લેવરો તબ્બાકુથી હુક્કા ભરી હુક્કાનું સેવન કરાવી હુક્કાબાર ચલાવી રહ્યો છે.

ચોક્કસ બાતમી: પોલીસ ટીમે દરોડા પાડી ઓફિસમાં રહેલ આદીલ ઈદ્રીશભાઈ કુરેશીની અટક કરી તેની પાસે હુક્કબાર ચલાવવાનું લાઈસન્સ કે કોર્પોરેશનમાંથી હેલ્થ લાઈસન્સ મેળવેલ છે કે નહી તેની તપાસ કરતા કોઈ પ્રકારનું લાઈસન્સ ન હોવાનું જાણવા મળતી ઓફિસમાં હુક્કાનું સેવન કરતા આરીફ ગુલાબભાઈ ચૌહાણ (ઉ.વ. ૫૪, રે. દેવજી ભગતની ધર્મશાળા, વડવા સીદીવાડ), સમીર મહંમદભાઈ ધોળીયા (ઉ.વ. ૨૨, રે. મા ફાતીમા કી દુઆ, મેઘાણી સર્કલ), ફહાદ મોહંમદયુસુફભાઈ લાખાણી (ઉ.વ. ૨૮, રે. માણેકવાડી ચોક ખોડીયાર સોસાયટી, ક્રેસંટ સર્કલ), સાદ મુનવરભાઈ બેલીમ (ઉ.વ. ૨૨, રે. સર પટ્ટણી રોડ, અસીરીક બગ્લો, ભીલવાડા સર્કલ)ની અટકાયત કરી શખ્સોના કબજા ભોગવટામાંથી ચીલમ સહીતના ચાર હુક્કા, જુદી જુદી ફ્લેવરના ડબ્બાઓ, અલગ અલગ છ મોબાઈલ મળી કુલ રૂપિયા ૨,૯૨,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW