HomeGujaratમાળિયામાં રોંગ સાઇડમાં આવેલ ડમ્પર ચાલકે કારને ઠોકર મારતા યુવકનુ મોત

માળિયામાં રોંગ સાઇડમાં આવેલ ડમ્પર ચાલકે કારને ઠોકર મારતા યુવકનુ મોત

માળિયા અમદાવાદ હાઇવે પર દિન પ્રતિદિન જીવલેણ અકસ્માતના બનાવ બની રહ્યા છે જેમાં અનેકવાર આડેધડ ડમ્પર લઈને નીકળતા ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના મોત થતા હોય છે આવો એક બનાવ માળિયા અમદાવાદ હાઇવે પર માણાબા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર બન્યો હતો. જેમાં GJ-12-BT-5942 નંબરના ડમ્પર ચાલકે બેદરકારી દાખવી રોંગ સાઇડમા ડમ્પર ચલાવી સામેથી આવતા GJ-12-DG-4308 નંબરની ઇકો કાર સાથે અકસ્માત સર્ફજ્રીયો હતો બનાવમાં ગુંજન મોહનભાઇ રાજગોર ઉ.વ.૩૬ રહે- ગાંધીધામ વાળાને ગંભીર ઇજા પહોચતા તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા ડોકટરે કાર સવાર ગુંજનને મૃત જાહેર કરી મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ બાદ ચાલક ડમ્પર રેઢુ મુકી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે માળિયા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW