સાંઈરામ દવે સહિત 120 કલાકારો સાથે વિરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 7 મી સપ્ટેમ્બરના રોજ મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ખાતે વિરાંજલી કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ દેશભક્તિનો અનોખો મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમ છે જેમાં સાઈરામ દવે સહિત 120 કલાકારો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજ્યમંત્રી મેરજાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં રાજ્યમંત્રીએ સંબંધિત વિભાગોને માર્ગની સફાઈ, ડાયસ, બેઠક વ્યવસ્થા, ગ્રાઉન્ડ સફાઈ તથા અન્ય તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી અને એનજીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા મોરબી શહેર-જીલ્લાના વધુમાં વધુ લોકો શૌર્ય અને વિરાંજલીના આ કાર્યક્રમમાં સહભાગી બને તેવું આયોજન કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં રાજ્યમંત્રી સાથે જીલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક સહિત જીલ્લાના પદાધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

