HomeGujaratમોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે આજે જીલ્લા કક્ષાની અલગ અલગ સાત જેટલી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકની ઈનામી યોજનાના નવ જેટલા બાઈકના વિતરણનો કાર્યક્રમ રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં આરડીસી બેંકના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીની મયુર ડેરી સહિતની સાત સહકારી સંસ્થાઓની આજે માર્કેટીંગ યાર્ડ ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં વાર્ષિક હિસાબો અને અહેવાલો રજુ કરવામાં આવ્યા હતા તેમજ આરડીસી બેંકની ઈનામી યોજનાના નવ જેટલા બાઈકનું વિજેતા મંડળીને વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક 8 હજાર કરોડની ડિપોઝીટ ધરાવે છે અને 5 હજાર કરોડનું ધિરાણ ધરાવતી આ બેંકના ખાતેદારોના અકસ્માતમાં મોત થતા તેમના વારસદારોને 12-12 હજારની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મયુર ડેરીના સભ્યનું અવસાન થતાં તેના પરિવારને 80 હજારની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવિયા, મોરબી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ભવાનભાઈ ભાગિયા, મયુર ડેરીના પ્રમુખ હંસાબેન વડાવિયા, ગોપાલ ડેરીના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા તથા અગ્રણીઓ ડો. ડાયાભાઇ પટેલ, દુર્લભજીભાઈ દેથરિયા, જયુભા જાડેજા, અમુભાઈ વિડજા, બકુલસિંહ તથા વિવિધ મંડળીઓના પ્રમુખ, સભ્ય તથા બહોળી સંખ્યામાં ખેડૂતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW